રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો

- થર્ટી ફર્સ્ટને લઇ દારૂની બેફામ હેરાફેરી
- વિદેશી દારૂની 480 બોટલ, કાર સહિત 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
બગોદરા : થર્ટી ફર્સ્ટને લઇ વિદેશી દારૂની બેફામ હેરાફેરી થઇ રહી છે. ધોળકાના રામપુર ગામ પાસે કેનાલ ખાતેથી કારમાંથી દારૂની ૪૮૦ બોટલ સાથે બુટલેગરને પકડી પાડયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધોળકા તાલુકાના રામપુર પાસેની કેનાલ ખાતે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને કારમાંથી દારૂની ૪૮૦ બોટલ પકડી પાડી હતી અને પોલીસે જીગર રોહિત ચુનારાને પકડી પાડયો હતો. એક લાખનો દારૂ, વાહન સહિત ૩.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

