આઠ મહીના પછી ફરી એક વખત ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક બનાવવા કોર્પોરેશનની કવાયત શરુ
૫૦૦ એકર જગ્યામાં જંગલ સફારી પાર્ક બનાવવા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાશે
અમદાવાદ, મંગળવાર,19 ઓગસ્ટ,2025
આઠ મહીના પછી ફરી એકવખત ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક અને
બાયોડાયવર્સીટી પાર્ક બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત શરુ કરી છે. ૫૦૦ એકર
જગ્યામાં જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સીટી પાર્ક બનાવવા ડીટેઈલ પ્રોજેકટ
રીપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાઈ છે. આ
પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા મોટો હશે.
ડીસેમ્બર-૨૪માં ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક અને
બાયોડાયવર્સીટી પાર્ક બનાવવા વિચારણા હાથ ધરાઈ હતી.જે પછી પ્રાથમિક રીપોર્ટ દિલ્હી
ખાતે મંજૂરી માટે મોકલી અપાયો હતો.પ્રાપ્ત માહીતી અનુસાર દિલ્હીથી મંજૂરી મળી ગઈ
હોવાથી હવે ડીટેઈલ પ્રોજેકટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા ઓફર મંગાવાઈ
છે.જંગલ સફારી પાર્ક સુએજ ફાર્મની સંપાદીત કરવામા આવેલી જગ્યામાં ડેવલપ કરવાનુ
આયોજન હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામા
આવશે તે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા ઉપરાંત સાઈટ મેપીંગ, પાર્ક ડેવલપ કરવા
ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ પ્રાણીઓ અને પક્ષીઓને માટે રહેઠાણ તથા મુલાકાતીઓ માટે સુવિધા
સહીતની બાબતોને ધ્યાનમા લઈ રીપોર્ટ તૈયાર કરશે.
ડીટેઈલ પ્રોજેકટમાં શું આવરી લેવાશે?
-રી-ડીઝાઈન
ઓફ રોડ, લેન્ડ
સ્કેપ, આર્કીટેકચરલ
અને સ્ટ્રકચરલ પ્લાન, પાણી, સેનિટેશન અને
લાઈટીંગ વગેરે.
-ડીઝાઈન
ઓફ બિલ્ડિંગ કે જેમાં હોટલ,
રેસ્ટોરન્ટ જેવા બાંધકામ માટે ડિઝાઈન કરાશે.
-મેપીંગ
બાઉન્ડ્રીઝ, ગ્રીન
એરીયા,રોડ, બિલ્ડિંગ, વોટર બોડી તથા
ગ્લોરી