માતાના અવસાન બાદ ત્રીજા દિવસે મ્યુનિ. અધિકારી ફરજ પર આવી ગયા
વરાછાના ઝોનલ ચીફ દિનેશ જરીવાલાના માતાએ કહેલું, બેટા હું મૃત્યુ પામું તો શોક ન પાળીશ ફરજ નિભાવજે
સુરત, તા. 23 જુલાઈ, 2020, ગુરૃવાર
સુરત
મહાનગરપાલિકાના એક અધિકારીની માતાનું મૃત્યું થયું પરંતુ માતાને મૃત્યુ વખતે આપેલા
વચનના કારણે અધિકારીએ બે જ દિવસમાં માતાની અંતિમવિધિ અને તપર્ણ વિધિ પુરી કરીને ત્રીજા
દિવસે પોતાની ફરજ પર જોડાઈ ગયાં હતા.
વરાછા એ ઝોનના ઝોનલ ચીફ દિનેશ જરીવાલાની માતા કાંતાબેનો ઓક્સિજન લેવલ ઓછું થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, તેમને વાયરલ ન્યુમોનીયાનં નિદાન થયા બાદ મૃત્યુ થયું હતું. સારવાર દરમિયાન પુત્ર દિનેશભાઇ હોસ્પિટલ જતા ત્યારે માતાએ વચન માંગ્યું હતું કે, બેટા હું મૃત્યુ પામું તો પણ તું મારા મૃત્યુનો શોક નહીં પાળીશ અને ફરજ બજાવજે, લોકોની સેવા કરજે પછી ઘર પરિવારનું વિચારજે. માતાના આ શબ્દો યાદ રાખીને દિનેશભાઇ માતાના મૃત્યુના બે દિવસમાં અંતિમ વિધિ સાથે તર્પણ વિધિ પુરી કરીને ત્રીજા જ દિવસે ફરજ પર હાજર થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, હાલ ઝોન જ નહી સમગ્ર સુરતની સ્થિતિ ચિંતાજનક છે તે માટે કામગીરી કરવી આવશ્યક છે.મ્યુનિ. તંત્ર માની રહ્યુ ંછે.ઔભાજપ પ્રદેશ પ્રમુખને આવકારવા રેલી હવે વાલક પાટીયાથી યોજાશે