6 ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
નાયબ
મામલતદારને ગાળો બોલીને બેથી ત્રણ લાફા ઝીંક્યા, ધોકા વડે સરકારી ગાડીને નુકસાન કર્યું
સુરેન્દ્રનગર
- થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર
ખનીજના ખનન મામલે ચેંકિગ કરવા ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલા કરવામાં આવ્યો
છે. જે અંગે ભોગ બનનાર નાયબ મામલતદારે થાન
પોલીસ મથકે છ ભૂમાફિયા સામે ફરજમાં રૃકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.
થાન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર તેમજ ફરિયાદી
તરુણભાઈ ભાસ્કરભાઈ દવે અને ટીમના ડ્રાઇવર જયેશભાઈ આલ, ઓપરેટર સાગરભાઈ પરમાર
સહિતનાઓ સરકારી ગાડીમાં થાનના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે
પેટ્રોલિંગમાં હતાય તે દરમિયાન રાત્રિના સમયે ભરતભાઈ રમેશભાઈ અલગોતરે બુલેટ પર આવી
સરકારી ગાડીને રોકી સ્ટાફને અહીં કેમ લઈને આવે છે તેમ જણાવી નાયબ મામલતદારને ગાળો
આપી બેથી ત્રણ લાફા ઝીંકી જતો રહ્યો હતો. જે અંગેની જાણ ભોગ બનનાર નાયબ મામલતદારે થાન
મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ નાયબ મામલતદાર અને ટીમ પરત ફરી રહ્યા હતા ત્યારે
રૃપાવટી રોડ પર આવેલા વ્રજ ફાર્મ પાસે ફરી ભરતભાઈ રમેશભાઈ અલગોતર સહિત પાંચ થી ૬
શખ્સોએ સરકારી ગાડીને રોકી એકસંપ થઈ ફરિયાદી તેમજ ટીમના માણસો સાથે બોલાચાલી કરી
ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે સરકારી ગાડીને નુક્,ાન પહોંચાડયું હતું. જે અંગે ભોગ બનનાર નાયબ મામલતદારે થાન પોલીસ મથકે ૬
ભૂમાફિયા સામે મારમાર્યાની અને ફરજમાં રૃકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ
તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે ભૂમાફિયાઓ દ્વારા સરકારી અધિકારી અને ટીમ
પર હુમલાના બનાવો અંગે અગાઉ પણ અનેક ફરિયાદો થઈ ચૂકી છે છતાં માથાભારે ભૂમાફિયાઓ
દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન રોકવામાં તંત્ર હજુ પણ નિષ્ફળ નીવડયું હોય તેમ
લાગી રહ્યું છે.
કોની
કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) ભરતભાઈ રમેશભાઈ અલગોતર (૨) જયપાલ રમેશભાઈ અલગોતર (૩) રવિભાઈ ઉગાભાઈ
પરમાર, તમામ રહે.થાન અને (૪) ત્રણ અજાણ્યા શખ્સો સામે સરકારી
ફરજમાં રૃકાવટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હુમલાખોર ભૂમાફિયા લિસ્ટેડ ગુનેગાર હોવાનું
સામે આવ્યું
થાન નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો કરનાર ભૂમાફિયાઓ
પૈકી ભરતભાઈ અલગોતરએ અગાઉ રાજકોટ ખાતે ટ્રાફિક જવાન પર છરી વડે હુમલો કર્યો હતો
તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ પર પણ હુમલો અને ફરજમાં રૃકાવટ કરી હતી. આ ઉપરાંત બોગસ હથિયારના
લાયસન્સ કૌભાંડમાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.


