Get The App

એમ.આર.એફ ટાયરની નકલી ટયુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
એમ.આર.એફ ટાયરની નકલી ટયુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું 1 - image


ગાંધીનગર નજીક આવેલા વલાદમાં

કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડયો ઃ રૃપિયા ૮.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા વલાદમાં એવ-ન માર્કેટિંગ ખાતે એમ આર એફની ટુવિલરની નકલી ટાયર ટયુબ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના પગલે કંપનીના અધિકારીઓએ પોલીસને સાથે રાખી દરોડો પાડતા નકલી ટાયર ટયુબનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને ૮.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.

હાલમાં કોઈપણ ચીજ વસ્તુની બનાવટ કરીને તેનું વેચાણ બજારમાં થતું હોય છે ત્યારે હવે ટાયરની નકલી ટયુબ બનાવીને વેચવાનું પણ કૌભાંડ પકડાયું છે. એમ આર એફ કંપનીના અમદાવાદ ખાતેના મેનેજર  શીબુ અબ્રાહમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમની ચેન્નઈ સ્થિત મુખ્ય હેડ ઓફિસમાંથી જાણ કરવામાં આવી હતી કે, વલાદ ખાતેના એ-વન માર્કેટિંગમાં કંપનીની ટયુબનું કોપીરાઈટ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને નકલી ટયુબ બજારમાં વેચાઈ રહી છે. જેના પગલે તેમણે આ અંગે ડભોડા પોલીસને જાણ કરી હતી અને પોલીસને સાથે રાખી એ-વન માર્કેટિંગ પર દરોડો પાડયો હતો. જ્યાં સ્થળ પર હાજર વિનોદકુમાર શંકરભાઈ પટેલ રહે. માતૃભૂમિ બંગ્લોઝ, નિકોલ, અમદાવાદ જેઓ એ-વન માર્કેટિંગના માલિક હોવાનું જણાવ્યું હતું, તેમની સાથે રાખીને તપાસ કરતા ૨૪૫૦ નંગ કંપનીની પ્રિન્ટવાળી પ્લાસ્ટિક પેકિંગવાળી ટુ-વ્હીલર ટાયરની ટયુબ,૨૦,૦૦૦ નંગ ટયુબ પેક કરવાના પ્લાસ્ટિક પાઉચ,એક લોખંડની ડાઈ મળી ૮.૫૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

Tags :