અમદાવાદ,શનિવાર,29 નવેમ્બર,2025
કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને
અત્યારથી તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે.સાબરમતીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ
જતા ૨૪ મીટરના રસ્તાને પહોળો કરવા શનિવારે ત્રીસ બાંધકામ તોડી પડાયા હતા.આવનારા
સમયમાં શહેરના વિવિધ વિસ્તારમા આવેલા
સ્પોર્ટસ કોમ્પલેકસ અને સ્ટેડિયમ આસપાસના જુદા જુદા રસ્તાઓ દબાણ મુકત
કરાશે.
શનિવારે સવારથી જ પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલા
ટોલનાકા વિસ્તારમાં ૨૪ મીટર પહોળા રસ્તા ઉપરના રહેણાંક અને કોમર્શિયલ એમ બે
પ્રકારના બાંધકામ તોડવાની એસ્ટેટ વિભાગ દ્વારા શરૃઆત કરવામા આવી હતી.કામગીરી
દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસની મદદ બંદોબસ્ત માટે લેવામા આવી
હતી.જે રસ્તા ઉપરથી બાંધકામ તોડી પડાયા તે રસ્તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સાંકળતો
રસ્તો છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કોમન વેલ્થ ગેમ્સ સમયે વિવિધ સેન્ટર ઉપર મોટી સંખ્યામાં
ખેલાડીઓ ઉપરાંત હજારોની સંખ્યામાં પ્રેક્ષકો રમત જોવા ઉમટી પડે એ સમયે રસ્તા પહોળા
હોય તો ટ્રાફિક મુવમેન્ટ સરળ બને એ માટે અત્યારથી રસ્તા પહોળા કરવા, દબાણ કે બાંધકામ
તોડવાની શરુઆત કરાઈ છે.


