Gujarat

કતારગામમાં લેસના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા કારખાનેદાર સહિત 9 ઝડપાયા

By GS Team
29 Dec 20212 mins read
This article was originally published on 29 Dec 2021
કતારગામમાં લેસના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા કારખાનેદાર સહિત 9 ઝડપાયા

- પોલીસે રોકડા રૂ.96,700 અને રૂ.73,500 ની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,70,200 નો મુદ્દામાલ કબજે કર્યો

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, બુધવાર

સુરતના કતારગામ બાપા સીતારામ ચોક સ્થિત પાર્વતીનગરમાં આવેલા લેસના કારખાનાની ઓફિસમાં જુગાર રમતા કારખાનેદાર સહિત 9 ને કતારગામ પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.96,700 અને રૂ.73,500 ની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,70,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે મંગળવારે સાંજે બાપા સીતારામ ચોક સ્થિત પાર્વતીનગર સોસાયટી પ્લોટ નં.28 ના બીજા માળે રૂમ નં.2 માં આવેલા લેસના કારખાનામાં રેઇડ કરી ત્યાં જુગાર રમતા કારખાનેદાર નરોતમભાઈ વિઠ્ઠલભાઈ વરીયા ( ઉ.વ.52, રહે.ઘર નં. ડી/201, યજ્ઞ ફલેટ, ધનમોરા ચાર રસ્તા પાસે, એસ.પી.વિધ્યાલયની સામે, કતારગામ, સુરત ), રત્નકલાકાર પ્રવિણ વાલજીભાઈ કાકલોતર ( ઉ.વ.39, રહે.ઘર નં.48, સંતોષીકૃપા સોસાયટી, બાપા સીતારામ ચોક પાસે, કતારગામ, સુરત ), હીરાદલાલ કાનજીભાઈ જેઠુરભાઈ સિસોદીયા ( ઉ.વ.48, રહે.ઘર નં.165, કુબેરનગર સોસાયટી વિભાગ-2, ચોકબજાર, સુરત ), હીરાદલાલ મેરામભાઈ નનકુભાઈ મયડ ( ઉ.વ.45, રહે.ફલેટ નં.406, સોના એપાર્ટમેન્ટ, મગનનગર સોસાયટી વિભાગ-2, કતારગામ, સુરત ), રત્નકલાકાર ગોવિંદ હરીભાઈ સોજીત્રા ( ઉ.વ.39, રહે.ફલેટ નં.202, ગોકુળધામ સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત ), રત્નકલાકાર નરેશભાઈ માધવજીભાઈ પટેલ ( ઉ.વ.47, રહે.ફલેટ નં.301, નીલકંઠ એપાર્ટમેન્ટ, અંકુર ચોકડી પાસે, વરાછા, સુરત ), મજૂરીકામ કરતા પ્રકાશભાઈ મનુભાઈ બહ્મભટ્ટ ( ઉ.વ.58, રહે.ઘર નં.11, અંબિકાપાર્ક સોસાયટી, સુમુલ ડેરી રોડ, કતારગામ, સુરત ), દલાલ નરેશ ભીખાભાઈ પટેલ ( ઉ.વ.40, રહે.ઘર નં.40, ભગવતી સોસાયટી, કાપોદ્રા, સુરત ) અને મજૂરીકામ કરતા કાંતિભાઈ રવજીભાઈ સોવઢીયા ( ઉ.વ.52, રહે.ઘર નં. એન-1/103, અમૃત એપાર્ટમેન્ટ, લસકાણા રોડ વરાછા, સુરત ) ને ઝડપી લીધા હતા.

પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.રૂ.96,700 અને રૂ.73,500 ની કિંમતના 9 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,70,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.કારખાનેદાર નરોતમભાઈ વરીયા પોતાના કારખાનામાં અન્ય જુગારીઓને બહારથી બોલાવી જુગાર રમાડતો હતો.