Gujarat

હવે માત્ર અમદાવાદ-વડોદરામાં જ રાત્રિ કરફયૂ : છ શહેરોને મુક્તિ

By GS Team
17 Feb 20222 mins read
This article was originally published on 17 Feb 2022
હવે માત્ર અમદાવાદ-વડોદરામાં જ રાત્રિ કરફયૂ : છ શહેરોને મુક્તિ

કેન્દ્રની ભલામણને પગલે રાજ્ય સરકારે પ્રતિબંધ હળવા કર્યા

કરફયૂમાં ય હોટેલ-રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી ચાલુ રહેશે લગ્ન માટે નોંધણી મરજિયાત,18મીથી નવા નિયમ અમલી

લગ્ન, રાજકીય, ધાર્મિક-સામાજીક, શૈક્ષણિક મેળાવડામાં ખુલ્લા સ્થળે ક્ષમતાના 75 ટકા,બંધ સ્થળે 50 ટકા છૂટછાટ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના જાણે હળવા પગલે  વિદાય લઇ રહ્યો છે. કેસોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે બધાય રાજ્યોને કોરોનાના પ્રતિબંધો હળવા કરવા ભલામણ કરી છે.

આ જોતાં રાજ્ય સરકારે પણ કોરોનાના પ્રતિબંધ હળવા કર્યાં છે. ગુજરાતમાં અમદાવાદ અને વડોદરામાં જ રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે જયારે અન્ય છ મહાનગરોમાંથી રાત્રિ કરફયુ  ઉઠાવી લેવાયો છે. નવી માર્ગદર્શિકા તા.28મી ફેબુ્રઆરી સુધી અમલમાં રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસો દિનપ્રતિદીન ઘટી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાની પરિસિૃથતીને જોતાં રાજ્ય સરકારોને પ્રતિબંધ હળવા કરવા ભલામણ કરી હતી. ગુરૂવારે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસસૃથાને મળેલી કોર કમિટીની બેઠકમાં  કોરોનાના સંક્રમણની સિૃથતીની સમિક્ષા કરી પ્રતિબંધો હળવા કરવા નિર્ણય લેવાયો હતો. 

કોર કમિટીમાં એવુ નક્કી કરાયુ હતું કે,  રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. હવે જયારે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે પરિણામે અમદાવાદ અને વડોદરામાં જ રાત્રિ કરફયુ યથાવત રહેશે.

આ બંને શહેરોમાં રાત્રિના 12 વાગ્યાથી સવારથી પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ શહેરને રાત્રિ કરફયૂમાંથી મુક્તિ અપાઇ છે. આ નિર્ણયને પગલે વેપારીઓમાં આનંદની લાગણી છવાઇ છે. રાત્રિ કરફયુ વચ્ચે પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં હોમ ડીલીવરી ચાલુ રહેશે.

રાજ્યમાં લગ્ન ઉપરાંત ધાર્મિક,રાજકીય,સામાજીક અને શૈક્ષણિક મેળાવડામાં ય ખુલ્લા સૃથળની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ સૃથળે કુલ ક્ષમતાના 50 ટકા લોકો એકત્ર થાય તે માટે સરકારે છૂટ આપી છે.

ઉલ્લેખનીય છેકે, અગાઉ લગ્ન સહિતના કાર્યક્રમમાં 300 જણાંર્ે એકત્ર થવાની મંજૂરી અપાઇ હતી. અત્યાર સુધી લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોધણી ફરજિયાત  હતી જે હવે મરજીયાત કરવામાં આવી છે. ગુજરાતમાં આૃર્થતંત્રની ગાડી ફરી એક પાટા પર ચડે અને વેપાર ધંધા ધમધમતા થાય તે માટે રાજ્ય સરકારે કોરોનાના પ્રતિબંધોમાં ખાસ્સી છૂટછાટ આપી છે.

નોંધનીય છેકે, છેલ્લા બે વર્ષથી ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો બંધ હતો. આ વખતે કોરોનાની સિૃથતીમાં સુધારો થતા જીલ્લા કલેક્ટરે મેળો યોજવા મંજૂરી આપી છે. બે દિવસ પહેલાં જ સૃથાનિક નેતાઓએ મુખ્યમંત્રીને મળીને આ મામલે રજૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા તા.28મી ફેબુ્રઆરી સુધી અમલમાં રહેશે.