Get The App

ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે NIAની મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં તપાસ, થયા મોટા ખુલાસા 1 - image


NIA Investigation In Gujarat : દિલ્હીમાં ભયંકર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં સુરક્ષા એજન્સી એલર્ટ પર છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) 5 રાજ્યોમાં આતંકવાદી ષડયંત્ર મામલે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે, ત્યારે NIAની ટીમે વલસાડના ઉમરગામમાં તપાસ આદરી છે. 

મળતી માહિતી મુજબ, NIAની ટીમે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને હરિયાણા સહિત કુલ 10 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ સહિતના વિસ્તારોમાં પણ NIAની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદી સંગઠનના નેટવર્ક લિંક અંગે NIA દ્વારા તપાસ કામગીરી શરૂ છે, ત્યારે ઉમરગામમાં સર્ચ ઓપરેશન કરીને NIAને મહત્ત્વની માહિતી અને પુરાવાઓ એકઠા કર્યા હોવાનું સામે આવ્યું છે.  

આ પણ વાંચો: ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ ઍલર્ટ

NIAએ આરોપી સહિત શંકાસ્પદ વ્યક્તિના ઠેકાણેથી મોબાઈલ ફોન, લેપટોપ, સહિતના કેટલાક ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજ કબજે કર્યા હોવાનું સામે આવ્યું છે. આતંકવાદી ષડયંત્રની ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, ત્યારે આતંકી નેટવર્ક સાથે સંકળાયેલા આરોપીને ઝડપી પાડવા માટે NIA દ્વારા ગુજરાત, હરિયાણા સહિતના વિસ્તારોમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે. 

Tags :