Gujarat

પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક 'દેવદૂત' બન્યો

By GS TEAM
28 Feb 20262 mins read
TukuTouch Logo
પંચમહાલના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં આજે(28 ફેબ્રુઆરી, 2026) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોઈ મહિલાએ પોતાના નવજાત શિશુને જંગલના નિર્જન વિસ્તારમાં ત્યજી દીધું હતું. જેમાં જંગલ વિસ્તારમાં લાકડાં લેવા માટે ગયેલા સ્થાનિકને બાળકી ધ્યાને આવતા માસૂમ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક 'દેવદૂત' બન્યો

Newborn Baby Girl Abandoned Shahera Forest Panchmahal : પંચમહાલના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં આજે(28 ફેબ્રુઆરી, 2026) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોઈ મહિલાએ પોતાના નવજાત શિશુને જંગલના નિર્જન વિસ્તારમાં ત્યજી દીધું હતું. જેમાં જંગલ વિસ્તારમાં લાકડાં લેવા માટે ગયેલા સ્થાનિકને બાળકી ધ્યાને આવતા માસૂમ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. 

શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં કમલેશભાઈ નામના વ્યક્તિ લાકડાં વીણવા માટે ગયા હતા. જંગલના શાંત વાતાવરણમાં અચાનક તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં તપાસ કરતા કાંટાની ઝાડીઓ વચ્ચે પડેલી એક નવજાત બાળકી પર તેમની નજર પડી હતી.

કાંટાની ઝાડીમાંથી બાળકી મળી

કાંટાની ઝાડીઓમાં ફેંકવામાં આવી હોવાથી માસૂમ બાળકીના શરીર પર કાંટા વાગવાને કારણે ઈજાઓ થઈ હતી. કમલેશભાઈએ વિલંબ કર્યા વગર બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી અને સ્થાનિકોની મદદથી સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 

ગોધરા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકી તબીબી સારવાર હેઠળ

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. નવજાત બાળકીને વધુ સારી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું

પોલીસે આ મામલે ગુનો નોંધીને નવજાત શિશુને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે. જંગલ જેવા વિસ્તારમાં હિંસક પશુઓ વચ્ચે બાળકીને છોડી દેવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.