NEET UG- 2025: પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર, ગુજરાતના 6 ઉમેદવાર ટોપ 100માં
NEET UG-2025 Provisional General Merit List : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. આજે (31 જુલાઈ) મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 UG હેઠળના MBBS, BDS સહિતના કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 24374 ઉમેદવારોમાંથી 6 જેટલા ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.
પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર
ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સ (ACPUGMEC), ગાંધીનગર માટે પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ 2025-26 માટે મેડિકલ અને ડેન્ટલ કોર્ષ માટે કામચલાઉ મેરિટ યાદી- NEET UG-2025 આધારિત જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેરિટ લિસ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 100માં 6 ગુજરાતી છે, જેમાં 41મા ક્રમે ગુજરાતના યગ્નેશ દેસાઈ છે.
ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા મેરિટમાં કેટેગરી ક્રમાંક અને ઉમેદવારનો કેટેગરી મેરિટ લિસ્ટ ક્રમાંક પણ લખવામાં આવ્યો છે. 24374 ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે ACPUGMEC આગળ પ્રવેશ પ્રક્રિયાની આગળની કાર્યવાહી હાથ ધરશે. NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ સહિતની વધુ માહિતી ACPUGMECની સત્તાવાર વેબસાઈટ medadmgujarat.org પરથી મળી રહેશે.