વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે
Additional stoppage In Valsad : કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા થોડા દિવસ પહેલા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિતના મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને નવસારી ખાતે મુંબઈ-અમદાવાદ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવાને લઈને રેલવે મંત્રીએ ખાતરી આપી છે.
મુંબઈ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવાને લઈને નવસારીના આગેવાનો મોવડી મંડળ દ્વારા દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને રેલવે મંત્રીએ રજૂઆતને ગ્રાહ્ય રાખીને નવસારીમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: જામનગરમાં ચોર જ ચોરેલી સાઇકલ પાછી મૂકી ગયો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
વંદે ભારત ટ્રેનના નવસારી સ્ટોપેજને લઈને રેલવે વિભાગ દ્વારા આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વંદે ભારત ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાના નિર્ણય બાદ હવે દક્ષિણ ગુજરાતના લાખો મુસાફરોને લાભ મળશે.