Get The App

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, નવસારીમાં 5 વર્ષ બાળકનું લિફ્ટમાં ફસાતા મોત

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, નવસારીમાં 5 વર્ષ બાળકનું લિફ્ટમાં ફસાતા મોત 1 - image


Navsari News : નવસારીના વિજલપોર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના બની છે, નિરવ એપાર્ટમેન્ટમાં પાંચ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે રવિવારે સુરતના ઉઘનામાં એક 42 વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આમ સુરત જિલ્લામાં લિફ્ટમાં ફસાઇ જવાથી 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાયો બાળક

પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નિરવ એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતક બાળકનું નામ સાર્થક વિપુલ બારીયા હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષ હતી. સાર્થક એપાર્ટમેન્ટના બીજા માળે લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયો હતો.

આ પણ વાંચો: સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટનાસ્થળે મોત, જરી બનાવતી ફેક્ટરીમાં બની કરૂણ ઘટના

ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ, પરંતુ બાળકને બચાવી ન શકાયો

બાળક ફસાયાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો

બાળકને લિફ્ટમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.

આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે અને બાળકોની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવાની ગંભીર ચેતવણી આપે છે. આ દુર્ઘટના એક ગંભીર ચેતવણી છે. બાળકોને એકલા લિફ્ટમાં મોકલશો કે જવા દેશો નહી. કોઇ કારણોસર લિફ્ટમાં ખામી સર્જાઇ છે ત્યારે બાળક ગભરાઇ જાય છે તો ક્યારેક મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે છે. 

સુરતમાં લિફ્ટમાં માથું ફસાતા મહિલાનું ઘટનાસ્થળે મોત

સુરતના ઉધનામાં મંગળવારે જરી બનાવવાની ફેક્ટરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકીકુમારી વિરેન્દ્ર પ્રસાદ જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા. હાલ પિંકીકુમારી સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા હતા. જરીની ફેક્ટરીની લિફ્ટનો ઉપયોગ કરીને પિંકીકુમારી ઉપરના માળે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાયો હતો. જેમાં મહિલાનું માથુ લિફ્ટના દરવાજા અને ફ્લોર વચ્ચે દબાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે ફેક્ટરીમાં શ્રમિકોની સુરક્ષા અને લિફ્ટની જાળવણીને લઈને યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પોલીસ વધુ તપાસ આદરી છે. 

Tags :