Get The App

સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ 1 - image


Controversial Banner in Ahmedabad: દેશના તમામ મહાનગરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું છે. તાજેતરમાં જ એક સર્વેમાં અમદાવાદ શહેરને દેશના સૌથી સુરક્ષિત શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ સર્વેમાં લોકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, તેમજ મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ એક સુરક્ષિત શહેર હોવાના દાવા સામે સવાલ ઉઠાવતા વિવાદાસ્પદ બોર્ડ શહેરના ચાંદલોડિયા બ્રિજ પાસે લગાવવામાં આવ્યા છે. નવરાત્રિ પહેલાં આ પ્રકારે બોર્ડ લગાવવામાં આવતાં રાજકારણ ગરમાયું છે.

મહિલાઓની સુરક્ષા સામે જ સીધી આંગળી ચીંધાઈ

જો કે, આ સકારાત્મક સમાચાર વચ્ચે અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ પાસે કેટલાક વિવાદાસ્પદ બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. શહેરની એક ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા કથિત રીતે 'સસ્તી પબ્લિસિટી' મેળવવા માટે આ ભદ્દા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓની સુરક્ષા સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે 'એ...રંગલા અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... રેપ-ગેંગરેપ થઈ જાય તો....? અન્ય એક બોર્ડમાં લખવામાં આવ્યું છે કે 'એ...રંગલા રાતની પાર્ટીઓમાં જવાનું નહીં... રેપ-ગેંગરેપ થઈ શકે છે.’

સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ 2 - image

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત

બોર્ડ લગાવવા કોર્પોરેશનની મંજૂરી નહીં લીધાનો દાવો 

આ પ્રકારના બોર્ડ લગાવીને સુરક્ષા એજન્સીએ પોતાનું પ્રમોશન કર્યું છે. એવું કહેવાય છે કે, આ બોર્ડ લગાવવા માટે કોર્પોરેશન પાસેથી કોઈ પ્રકારની મંજૂરી પણ લેવાઈ નથી. આ મુદ્દે રાજકીય કાર્યકરોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોર્પોરેશન દ્વારા આ અંગે કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠી છે.

સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં... નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ 3 - image

સેફ્ટી ઇન્ડેક્સમાં અમદાવાદને 100માં 68.3 પોઇન્ટ 

વૈશ્વિક સ્તરે એક જાણીતી કંપની દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે, અમદાવાદ શહેરને દેશના સૌથી સુરક્ષિત શહેરમાં પ્રથમ સ્થાન મળ્યું છે. પ્રથમ 10 શહેરોમાં મુંબઈ સાતમા ક્રમાંકે છે. કંપનીએ લોકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દાને આધારે ડેટાબેઝ કરીને આ સર્વે કર્યો હતો. આ સેફ્ટી ઇન્ડેક્સમાં અમદાવાદને 100માંથી 68.3 પોઇન્ટ મળ્યા હતા. આ સર્વેમાં કાયદો અને વ્યવસ્થા, ગુના નિવારણનો દર, સીસીટીવી નેટવર્ક, મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દા ધ્યાનમાં રખાયા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર દેશનું એક માત્ર શહેર છે કે જેના 25 હજાર કેમેરા પોલીસ કંટ્રોલરૂમ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનની હદના વિસ્તારના કેમેરાથી પોલીસ સ્ટેશન સાથે કનેક્ટ કરાયા છે. જેના કારણે ગુનાખોરી અટકાવવામાં પણ ઘણે અંશે સફળતા મળી છે. 

મુંબઈ, દિલ્હી સહિતના શહેરો પણ ઇન્ડેક્સમાં સામેલ 

આ ઉપરાંત મહિલા સુરક્ષાના મુદ્દે પણ અમદાવાદ શહેરને સૌથી વધુ ક્રમાંક પ્રાપ્ત થયા હતા. આ સેફ્ટી ઇન્ડેક્સમાં જયપુર (65.1 પોઇન્ટ), કોઇમ્બતુર (61.7 ), ચેન્નાઈ (60.3), પૂણે (58.9), હૈદરાબાદ (56.9), મુંબઈ (55.7), કોલકાતા (53.5), ગુડગાંવ (46.4), બેંગ્લુરૂ (45.8), નોઇડા (44.8) અને દિલ્હી (40.9) જેવા શહેરો પણ સમાવાયા હતા.

Tags :