Get The App

અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: જામનગરમાં 'મશાલ રાસ' રમી નવરાત્રિની અનોખી ઉજવણી

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: જામનગરમાં 'મશાલ રાસ' રમી નવરાત્રિની અનોખી ઉજવણી 1 - image


Navratri 2025: જામનગરમા રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો 'અંગારા રાસ' આ ગરબીની ઓળખ છે. બહોળી સંખ્યામાં લોકો આ રાસ નિહાળવા ઉમટી પડે છે. અંગારા રાસ તથા મશાલ રાસમાં ખેલૈયાઓ આગ સાથે રમે છે.

અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: જામનગરમાં 'મશાલ રાસ' રમી નવરાત્રિની અનોખી ઉજવણી 2 - image

અંગારા પર નૃત્ય કરી ગરબે ઘૂમતા ખેલૈયાઓ જાણે ભક્તિ માર્ગમાં ઉગ્ર તપસ્યાનું પ્રતિક હોય એમ જણાય છે. આ જોખમી રાસમાં મહારથ મેળવવા માટે ખેલૈયાઓ મહિનાઓ સુધી પ્રેક્ટીસ કરતા હોય છે અને નવરાત્રિમાં પ્રતિદિન અંગારા રાસ જમાવટ કરે છે.

Tags :