Get The App

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ: આદ્યશક્તિની આરાધના માટે ખેલૈયાઓ તૈયાર, શેરીઓ, સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી 1 - image


Navratri 2025: આદ્યશક્તિની આરાધનાનું પર્વ એવા નવલા નોરતાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લાઈટ્સ, રંગબેરંગી તોરણ, અલગ-અલગ થીમ સાથે શણગારેલા મંડપોથી શહેરની શેરીઓ અને સોસાયટીઓ જાણે સોળે શણગારે સજી ઊઠી છે. પાર્ટી પ્લોટ, ક્લબમાં થતા ગરબાના કમર્શિયલ કાર્યક્રમોને પણ ટક્કર મારે તેવા આયોજન આ વર્ષે સોસાયટીઓમાં જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓના મન અને ખેલૈયાઆના પગ અત્યારથી જ થનગનાટ કરવા લાગ્યા છે.

હવે નોરતામાં પણ અલગ- અલગ થીમ સાથે મંડપો ઊભા કરાયા

ઉત્સવપ્રેમી ગુજરાતીઓના પ્રિય પર્વ નવરાત્રિને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ વર્ષે નોરતાની શરૂઆતમાં જ વરસાદની આગાહી હોવાથી ખેલૈયાઓના રંગમાં ભંગ ન પડે એટલે વોટરપ્રૂફ મંડપ સહિતના આગોતરા આયોજન કરી દેવાયા છે. સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઊઠી છે. આજકાલ ગણેશ મહોત્સવની જેમ નવરાત્રિમાં પણ ઈકો ફ્રેન્ડલી સહિતની અલગ-અલગ થીમ સાથે મંડપો ઊભા કરાઈ રહ્યા છે. તેમજ રંગબેરંગી લાઈટ્સના બદલે એસ્થેટિક લૂક આપતી વોર્મ વાઈટ લાઈટનું ટ્રેન્ડ જોવા મળે છે.

બાળકોએ ઉત્સાહભેર માટીથી મહોલ્લા માતાના ગબ્બર બનાવ્યા છે. આજે તૈયારીઓને આખરીઓપ આપી દેવાયો છે. સોમવાર સવારથી માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટશે. તેમજ ઘરે-ઘરે તથા શેરી, મહોલ્લામાં માટીના ગરબાથી ઘટસ્થાપના કરી માતાજીને બિરાજમાન કરાશે. બાદમાં શહેર જય આદ્યશક્તિના નાદથી ગૂંજી ઉઠશે. શ્રદ્ધાળુઓવ્રત-ઉપવાસ, અનુષ્ઠાન કરી નવદુર્ગાને રિઝવવા આતુર બન્યા છે. 

આ પણ વાંચો: AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું

લાઉડ સ્પીકર ઉપરાંત 12 વાગ્યા પછી ઢોલના તાલે થતા મંડળી ગરબાના પણ આયોજન કરાયા છે. જેથી નવદિવસ સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી આખા માણશે. ખાસ કરીને કોટ વિસ્તારની લોકો પોળોમાં તેમજ કેટલીક સોસાયટીઓમાં કરાતા અનોખા આયોજન જોવા દૂર-દૂરથી ખૈલેયાઓની ભીડ ઉમટે છે.


Tags :