Get The App

જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય-જામનગર દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય-જામનગર દ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ 1 - image


Jamnagar Lok Adalat : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્રારા આજે તા. 13-12-2025ના રોજ, જામનગર જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી છે.

 જે તમામ કોર્ટોમાં (1) ફોજદારી સમાધાનપાત્ર કેસ (2) નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ 138 મુજબના ચેકનાં કેસ (3) બેંક રીકવરી દાવા (4) એમ.એ.સી.પી.ના કેસ (5) લેબર તકરારના કેસ (6) લગ્ન વિષયક તકરારના કેસ (7) વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ (8) કૌટુંબિક તકરારના કેસ, (9) જમીન સંપાદનના કેસ (10) સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ (11) રેવન્યુ કેસ (ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તેમજ (12) અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વિગેરેના કેસો મૂકવામાં આવ્યા છે. જેમાં બહોળી સંખ્યામાં અરજદારો અને તેમના વકીલો વગેરે ઉપસ્થિત થયા છે, અને અનેક કેસોમાં સમાધાન કારી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

Tags :