દક્ષિણના પ્રયાગરાજ ચાણોદમાં નર્મદાના પાણી પ્રવેશ્યા
- લોકોએ સામાન ખસેડવાનું શરૂ કર્યું
વડોદરા તા. 17 સપ્ટેમ્બર 2023,
નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતાં દક્ષિણ પ્રયાગ તીર્થ એવા ચાણોદમાં પાણી ફરી વળતા લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.
નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર સાથે નાગરિકો અને પોલીસ સ્ટાફ પણ લોકોને સામાન ખસેડવાની કામગીરીમાં મદદરૂપ થવા સાથે સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી કરી છે.