Gujarat

નર્મદા ડેમ છલકાયો, ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી બે કાંઠે!

By GS TEAM
23 Jun 20251 min read
TukuTouch Logo
રાજપીપળાના નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લીધે હાલ પ્રતિ સેકન્ડે 18 હજાર ક્યુસેક પાણી ડેમમાં પ્રવેશી રહ્યું છે. પાણીની વિપુલ આવકને પગલે નર્મદા નિગમ દ્વારા વીજ ઉત્પાદન પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા ડેમ છલકાયો, ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી બે કાંઠે!

Narmada Dam Overflowed : રાજપીપળાના નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લીધે હાલ પ્રતિ સેકન્ડે 18 હજાર ક્યુસેક પાણી ડેમમાં પ્રવેશી રહ્યું છે. પાણીની વિપુલ આવકને પગલે નર્મદા નિગમ દ્વારા વીજ ઉત્પાદન પણ શરુ કરી દેવામાં આવ્યું છે.


ડેમના આરબીપીએચ (રિવર બેડ પાવર હાઉસ) અને સીએચપીએચ(કેનાલ હેડ પાવર હાઉસ)ના ટર્બાઇન કાર્યરત કરી દેવાયા છે. ખાસ કરીને, આરબીપીએચના ટર્બાઇન થકી 24 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પરિણામે, નર્મદા ડેમથી 12 કિલોમીટર દૂર ગરુડેશ્વર ખાતે આવેલો વિયર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: 10 જળાશયો છલકાતા હાઈ ઍલર્ટ, જાણો સરદાર સરોવર ડેમની સ્થિતિ

આ સાથે જ, નર્મદા જિલ્લામાં પણ ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. વિયર ડેમ ઓવરફ્લો થવાના કારણે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમથી વિયર ડેમ સુધીના 12 કિલોમીટરના પટ્ટામાં નર્મદા નદીનું પાણી સંગ્રહિત થાય છે, જે આજે છલકાઈ રહ્યું છે. પ્રવાસીઓ પણ આ ભવ્ય નજારો જોઈને હરખાઈ રહ્યા છે.