Get The App

ધ્રોલના મુસ્લિમ મહિલાએ પતિને તલાક આપી દેતાં ઉસ્કેરાયેલા પતિએ હાથ પગ ભાંગી નાખ્યા

Updated: May 5th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રોલના મુસ્લિમ મહિલાએ પતિને તલાક આપી દેતાં ઉસ્કેરાયેલા પતિએ હાથ પગ ભાંગી નાખ્યા 1 - image


Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી આમના બેન અનવરભાઈ નોબે નામની 41 વર્ષની મુસ્લિમ યુવતીએ પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ માથામાં લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના પૂર્વ પતિ અનવર નુરમામદ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આમનાબેનને તેના પતિ સાથે વાંધો પડતાં તલાક આપ્યા હતા, જેનો ખાર રાખીને આરોપી ધોકા સાથે તેણીના ઘેર પહોંચી ગયો હતો, અને હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Tags :