Gujarat

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

By GS TEAM
13 Feb 20261 min read
TukuTouch Logo
અમરેલીના બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતોના રવિપાક માટે ડેમ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, કેનાલ તૂટતાં મોટાપાયે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો

Amreli News : અમરેલીના બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતોના રવિપાક માટે ડેમ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, કેનાલ તૂટતાં મોટાપાયે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. 

બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ

બગસરાના ખારી જવાના પુત્રેશ્વર મહાદેવ મંદિરના રોડ પર હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. જેમાં માર્ગ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે છે. રોડ પર પાણી વહેતા વાહનચાલકોને હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. 

આ પણ વાંચો: વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા 'રેડિયો મેન', 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ્યુઝિયમ

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કેનાલમાં ભંગાણ થતાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલનું પાણી રસ્તા પર ફરી વળતાં રાહદારીઓને ભારે તકલીફ પડી રહી છે. બીજી તરફ, સિંચાઈનું પાણી વેડફાટ થતાં ખેડૂતોમાં હતાશા જોવા મળી રહી છે.