Get The App

શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને 1 - image


Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન જવા માટે ટેક ઓફ થયેલું વિમાન ક્રેશ થયાને એક મહિનો પૂરો થયો છે. આ પ્લેન ક્રેશ થઈને રહેણાકમાં પડતાં વિમાનમાં સવાર 241 લોકો સિવાયના 19 અન્ય વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ એરપોર્ટ શહેરથી દૂર હોવું જોઈએ તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા અભ્યાસમાં શહેરીકરણથી સૌથી વધુ ઘેરાયેલા વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

શહેરીકરણથી ઘેરાયેલા એરપોર્ટમાં અમદાવાદ 12માં ક્રમે

શહેરીકરણથી ઘેરાયેલા હોવાથી સૌથી જોખમી એરપોર્ટનો અભ્યાસ તાજેતરમાં હાથ ધરાયો હતો. જેમાં વિશ્વના ટોચના 50 એરપોર્ટમાં ભારતના 8 એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ સમગ્ર વિશ્વમાં ટોચના જ્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 12માં સ્થાને છે. ભૌગોલિક નિષ્ણાતો દ્વારા એરપોર્ટની આસપાસના 15 કિલોમીટરમાં વસતીને આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટની આસપાસ ગીચ વસતી જેમ વધુ હોય તેમ પ્લેનક્રેશ વખતે જાનહાનિનું જોખમ વધે છે તેમજ એરપોર્ટની આસપાસ રહેતા લોકોને ધ્વનિ-હવાના પ્રદૂષણનું જોખમ પણ વધારે હોય છે. 

આ પણ વાંચોઃ ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં

એરપોર્ટની આસપાસના રહીશો ભયના માહોલમાં

આ તમામ બાબતોને ઘ્યાનમાં રાખીને મુંબઈ એરપોર્ટને એન્ક્લોઝર ઈન્ડેક્સમાં 21,82,819નો સ્કોર જ્યારે અમદાવાદ એરપોર્ટને 10,82,503નો સ્કોર આપવામાં આવ્યો છે. અમદાવાદમાં ગયા મહિને પ્લેનક્રેશ થયું ત્યારે સિવિલ હોસ્પિટલ ખૂબ જ ઓછા અંતરે હતી અને ક્રેશ સાઇટથી ન્યૂ લક્ષ્મીનગર હાઉસિંગ કોલોની 250 મીટરના અંતરે જ હતી. પ્લેનક્રેશની ઘટના બાદ એરપોર્ટ આસપાસના રહીશો આજે પણ ભય અનુભવી રહ્યા છે. 

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના ફાયર સર્વિસના પૂર્વ જનરલ મેનેજરના દાવા પ્રમાણે અમદાવાદનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે એરપોર્ટની આસપાસ 3 કિલોમીટર બફર ઝોનનો નિયમ હાંસિયામાં ધકેલાઇ ગયો છે. અર્બન પ્લાનિંગના ધારાધોરણ પ્રમાણે એરપોર્ટની આસપાસના 20 કિલોમીટર સુધી વધુ પ્રમાણમાં ગીચતા હોવી ન જોઈએ. પરંતુ ભાગ્યે જ આ ધારાધોરણનું કોઈ એરપોર્ટે પાલન કર્યું છે. હવે જે નવા એરપોર્ટ બને છે તેમની આસપાસ 6-8 કિલોમીટરની ખુલ્લી જગ્યા રાખવા નિર્દેશ અપાય છે. 

આ પણ વાંચોઃ ખેતરમાં ફેન્સિંગની સહાય 5 માસથી અટકી, ખેડૂતોને વાવેતર બદલવાની ફરજ પડી

એરપોર્ટ 1937માં બન્યું ત્યારે અમદાવાદની વસતી 3.10 લાખ હતી

અમદાવાદ એરપોર્ટ 1937માં બનાવ્યું હતું અને ત્યારે અમદાવાદની વસતી 3.10 લાખ હતી. જેની સરખામણીએ અમદાવાદની વસતી હવે 93 લાખની આસપાસ છે. એરપોર્ટ 1938માં બન્યું ત્યારે તે વિસ્તારમાં દૂર-દૂર સુધી કોઈ વસાહત નહોતી. હવે અમદાવાદથી 110 કિલોમીટરના અંતરે આવેલા ધોલેરામાં એરપોર્ટ બનાવવા આયોજન થઈ રહ્યું છે.

Tags :