Get The App

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 1 - image


Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(MAHSR) એ અમદાવાદ જિલ્લામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પ્રોજેક્ટની ટીમે ગિરધરનગર ફ્લાયઓવર પર દિલ્હી-અમદાવાદ મુખ્ય રેલવે લાઇન(વેસ્ટર્ન રેલવે)ને સમાંતર રેલવે ઓવર બ્રિજ(ROB)ની વિઆડક્ટ લૉન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

વ્યસ્ત માર્ગ પર 12 દિવસમાં કામગીરી પૂરી

ગિરધરનગર બ્રિજ અમદાવાદના સૌથી વ્યસ્ત ફ્લાયઓવર્સમાંનો એક છે, જે શાહીબાગ, અસાવરા અને કાલુપુરને જોડે છે. હજારો નાગરિકોની દૈનિક અવરજવરને ધ્યાનમાં રાખીને, જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે આ લૉન્ચિંગનું કામ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે અને માત્ર 12 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્ય પૂર્ણ કરવા માટે, સ્પાન-બાય-સ્પાન (SBS) પદ્ધતિનો ઉપયોગ કરીને 45 મીટર લાંબો બ્રિજ લોન્ચ કરવામાં આવ્યો હતો.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 2 - image

મુખ્ય ટેકનિકલ વિશેષતાઓની જો વાત કરીએ તો, બ્રિજના સ્પાનની લંબાઈ 45 મીટર છે. જ્યારે જમીનથી રેલ લેવલ સુધી વિઆડક્ટની ઊંચાઈ 19.5 મીટર છે. કુલ 19 સેગમેન્ટ લૉન્ચ કરવામાં આવ્યા છે. અને સ્પાનનું કુલ વજન 1200 મેટ્રિક ટન છે.

સુરક્ષા અને વ્યવસ્થાપન પર ભાર

વ્યસ્ત ટ્રાફિક વચ્ચે કામગીરી દરમિયાન જાહેર જનતાને ઓછી અસુવિધા થાય તે માટે તમામ જરૂરી સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટના ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં યોગ્ય બેરિકેડિંગ, ટ્રાફિક ડાયવર્ઝન માટેના સૂચક ચિહ્નો, માર્ગ ડાયવર્ઝનની સમયસર માહિતીની જાહેરાત, પૂરતા ટ્રાફિક માર્શલની તૈનાતી, અને રાત્રિના કલાકોમાં પૂરતી લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 3 - image

આ પણ વાંચો: 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320 કિમી/કલાકની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન કોરિડોર અમદાવાદ જિલ્લામાં કુલ 31 ક્રોસિંગ્સમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં નદી પરના બ્રિજ અને સ્ટીલ બ્રિજ પણ સામેલ છે. પ્રોજેક્ટની ગતિ દર્શાવે છે કે, આમાંથી 15 ક્રોસિંગ્સનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ચૂક્યું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગિરધરનગર ફ્લાયઓવર પર 12 દિવસમાં 1200 ટન વજનના બ્રિજનું કામ પૂર્ણ 4 - image

Tags :