એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના ડીનની શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના વીસી તરીકે નિમણૂક
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.હરિ કટારિયાની ગોધરાની શ્રી ગોવિંગ ગુરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે આગામી પાંચ વર્ષ માટે નિમણૂક કરાઈ છે.
યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસરો પૈકીના એક પ્રો.કટારિયા ૨૦૧૮થી સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે ફરજ બજાવે છે.આ પહેલા તેઓ ફેકલ્ટીના મેથેમેટિક્સ વિભાગના હેડ પણ રહી ચૂકયા છે.તેમની પાસે ૨૪ વર્ષનો રિસર્ચનો અને કુલ મળીને ૩૨ વર્ષનો શૈક્ષણિક અનુભવ છે.દેશની ૨૫ જેટલી જાણીતી જર્નલમાં તેઓ રિવ્યૂવર પણ છે.૨૦૧૨ થી ૨૦૨૪ સુધીમાં તેઓ સિન્ડિકેટ અને સેનેટ મેમ્બર પણ હતા.
સૂત્રોનું કહેવું છે કે, એમ.એસ.યુનિવિર્સિટીના વાઈસ ચાન્સેલર બનવાની રેસમાં પણ તેઓ સામેલ હતા.સરકારે તેમની પસંદગી શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના વાઈસ ચાન્સેલર તરીકે કરી છે.