Get The App

હાથબમાં માતાનો બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ, ત્રણેયને ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ

Updated: Nov 27th, 2024

GS TEAM


Google News
Google News
હાથબમાં માતાનો બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ, ત્રણેયને ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં દાખલ 1 - image


Mother Attempts Suicide With Two Daughters In Hathab : ભાવનગરના હાથબ ગામમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતાએ બે પુત્રીઓને સળગાવી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે. સમગ્ર ઘટનામાં ત્રણેય માતા-પુત્રીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં બાદ દાખલ કરવામાં આવ્યાં છે. 

હાથબમાં માતાએ બે પુત્રીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના હાથબ ગામમાં રહેતા મહિલાએે તેની 4 અને 9 વર્ષની પુત્રી અને પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં આગ લાગતા માતા અને બંને પુત્રીઓએ ચીસાચીસ કરી હોવાથી આજુંબાજુંના લોકો દોડી આવ્યાં હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને બંને પુત્રીઓ ગંભીર રીતે દાઝ્યાં હતા. એટલે તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યાં. 

આ પણ વાંચો : ત્રણ સવારીમાં બેફામ બાઈક ચલાવવાનું ભૂંડું પરિણામ, સુરત જતાં ત્રણેય મિત્રોના મોત

આ બનાવમાં માતાએ કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તેને લઈને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. જો કે, હાલ ત્રણેય માતા-પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.

Tags :