ઘરે સૂતેલા માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેના કરૂણ મોત, વાંકાનેરના મહિકા ગામની ઘટના
Meta AI Image |
Morbi News : મોરબીના વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરે સૂતેલા માતા-પુત્રને ઝેરી સાપે દંશ દીધો હતો. સાપે દંશ દેતા તાત્કાલિક બંને માતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા બંનેના કરૂણ મોત નીપજ્યા હતા.
માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેના કરૂણ મોત
મળતી માહિતી મુજબ, વાંકાનેરના નવા મહિકા ગામમાં ધાર વિસ્તાર પાસે રહેતા કાજલબહેન ઘોઘાભાઈ સોઢા (ઉં.વ.35) અને તેમનો પુત્ર કિશન સોઢા (ઉં.વ.10) પોતાના ઘરમાં બપોરના સમયે આરામ કરી રહ્યા હતા, આ દરમિયાન ઝેરી સાપ બંને માતા-પુત્રને કરડ્યો હતો. આ પછી બંનેને તરત જ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
સાપ કરડવાની ઘટનાથી માતા-પુત્રના મોત નીપજ્યા છે, ત્યારે પરિવારમાં શોક છવાયો છે. જ્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.