Get The App

સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના અલથાણમાં 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે પટકાયા, બંનેના મોત 1 - image


Surat News : સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટના 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બિલ્ડીંગમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના 50 મીટર દુર જ માતા-પુત્ર પટકાતા થોડીવાર માટે બિલ્ડીંગમાં દોડદામ મચી હતી. ઘટનાને પગલે રહીશોમાં શોકનો માહોલ છવાયો છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષકુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડીંગમાં એક વીંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે. પરિવારમાં 30 વર્ષી પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર ક્રિશિવ હતો.

આ દરમિયાન બુધવારે સાંજે પૂજાબેન પુત્ર ક્રિશિવને લઈને કોમ્પ્લેક્સમાં આવેલી સી-વીંગમાં 13મા માળે બ્લાઉઝ સીવડાવવા માટે આપવા માટે ગયા હતા. જોકે, ત્યારબાદ માતા-પુત્ર બંને ભેદી રીતે બિલ્ડીંગની નીચે પટકાતા હતા. 

બિલ્ડીંગમાં ગણેશોત્સવનું આયોજન થયું છે. મંડપથી 50 મીટરના અંતરે જ બંને પટકાતા થયેલા અવાજને -પગલે દોડધામ મચી ગઇ હતી. રહીશો એકત્ર થઈ ગયા હતા. માતા- પુત્રને ઇજાગ્રસ્ત જોતા 108ને બોલાવી બંનેને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પણ ડોકટરે બંનેને મૃત જાહેર કરતા પરિવાર અને શ્રીજી ભક્તિ સાથે ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે અચાનક શોકની કાલીમાં છવાઈ ગઈ છે. ઘટના કઈ રીતે બની તે જાણવા પોલીસને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બંને અકસ્માતે પટકાયા કે માતાએ પુત્રને સાથે લઈને ઝંપલાવી દીધું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Tags :