Gujarat

મોટાભાગના કોર્પોરેટરોએ બજેટને બદલે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સમય વ્યય કર્યો

By GS Team
22 Feb 20222 mins read
This article was originally published on 22 Feb 2022
મોટાભાગના કોર્પોરેટરોએ બજેટને બદલે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સમય વ્યય કર્યો

- સુરત પાલિકાના 7288 કરોડના બજેટ ઉપર 120માંથી 50 કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો

- વિપક્ષે બજેટની ખામી કાઢી અને શાસકોએ પોતાના બજેટના વખાણ કર્યા  23 મહિલા નગર સેવક અને 27 પુરૂષ કોર્પોરેટરોએ બજેટની ચર્ચામાં ભાગ લીધો

પ્રતિનિધિ દ્વારા, સુરત મંગળવાર

સુરત મહાનગરપાલિકાના 7288 કરોડના બજેટ પર સુરત મ્યુનિ.ની બજેટની ખાસ સામાન્ય સભા બે દિવસ ચાલી હતી. બજેટની સામાન્ય સભામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ ની વચ્ચે 7288 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર થઈ ગયું હતું. બજેટની આ ચર્ચા દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર સહિત 50 નગરસેવકોએ ભાગ લીધો હતો. પાલિકાના બજેટની  મહત્વની ગણાતી સામાન્ય સભામાં પાલિકાના કુલ કોર્પોરટરોમાંથી 50 ટકા કરતાં વધુ કોર્પોરેટરોએ બજેટની ચર્ચામાં ભાગ લીધો ન હતો. 

સુરત મહાનગપાલિકાના બજેટની ચર્ચા બાદ બંને પક્ષ પોતાનો કક્કો ખરો કરવા માટેના પ્રયાસ કરી રહ્યાં છે.. વિરોધ પક્ષ આમ આદમી  પાર્ટીએ તો બજેટની ચર્ચા બાદ તેઓએ કરેલ સુચન મુજબ કામગીરી થશે તે માટેનો દાવો પણ કર્યો છે. તો સામે  પક્ષે શાસક પક્ષ ભાજપ કહે છે આ લોકોએ જે રજૂઆત કરી છે તે બધી કામગીરી બજેટમાં સમાવેશ કરી દીધી છે અને તેના પર અમે અમલ કરી રહ્યા છે.  આમ બજેટની ચર્ચા દરમિયાન જે રજૂઆત થઈ હતી તે મુજબ કામગીરી થાય તો પોતેની રજુઆત મુજબ કામગીરી થાય તેવો દાવો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

સુરત મહાનગરપાલિકા બજેટ ની ખાસ સામાન્ય સભામાં પહેલા દિવસે  કુલ 22 નગરસેવકોએ  ચર્ચામાં ભાગ લીધો હતો.  આ 22 નગર સેવકોમાં આપના  9 અને ભાજપના 13 કોર્પોરેટરોનો સમાવેશ થતો હતો. પહેલં દિસે આપના ત્રણ  પુરૂષ કોર્પોરેટર અને 6 મહિલા કોર્પોરેટરોએ ચર્ચા કરી હતી. જ્યારે ભાજપના આઠ પુરૂષ કોર્પોરેર અને પાંચ મહિલા કોર્પોરેટરે ચર્ચામાં ભાગ લીધો હતો.

જ્યારે બીજા દિવસે 28 કોર્પોરેટરોએ બજેટની ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના ત્રણ  પુરૂષ કોર્પોરેટર અને 4 મહિલા કોર્પોરેટર જ્યારે ભાજપના 13 પુરૂષ કોર્પોરેટર અને આઠ મહિલા કોર્પોરેટરોએ બજેટમાં ભાગ લીધો હતો.

સરત મ્યુનિ.માં કોર્પોરેટરોની સંખ્યા 130 છે જેમાંથી 50 ટકા કરતાં ઓછા કોર્પોરેટરોએ બજેટની ચર્ચામં ભાગ લીધો હતો. અન્ય કેટલાક કોર્પોરેટરો બજેટની ચર્ચામાં ભાગ લેવા માટે તૈયારી કરીને આવ્યા હતા. પરંતુ કેટલાક કોર્પોરેટરોએ ગુણવત્તાવાળી ચર્ચા કરવાના બદલે વધુ સમય ચર્ચા કરી દીધી હતી. બન્ને પક્ષના મોટા ભાગના કોર્પોરેટરોએ બજેટની ચર્ચાના બદલે વોર્ડની ફરિયાદ કરવા સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં સમય બગાડ્યો હતો જેના કારણે અન્ય  કોર્પોરેટરો બજેટની ચચામાં ભાગ લઈ શક્યા ન હતા.