Gujarat

નગરી હોસ્પિટલમાં નેત્રમણી મુકવા માટેનું નવુ મશીન ખરીદાશે

By GS Team
16 Feb 20221 min read
This article was originally published on 16 Feb 2022
નગરી હોસ્પિટલમાં નેત્રમણી મુકવા માટેનું નવુ મશીન ખરીદાશે

  અમદાવાદ,મંગળવાર,15 ફેબ્રુ,2022

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં ૩૮.૭૭ લાખના ખર્ચ સાથે નેત્રમણી મુકવા માટે નવુ મશીન ખરીદવા હોસ્પિટલ કમિટીની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

નગરી હોસ્પિટલ ખાતે દર વર્ષે આંખની સારવાર લેવા માટે બાર હજારથી વધુ લોકો આવતા હોય છે.વર્ષે દસ હજાર લોકોને મોતિયા સહિત અન્ય સારવાર આપવામાં આવે છે.હોસ્પિટલમાં નેત્રમણી મુકવા માટે હાલમાં ઉપયોગમાં લેવામાં આવતુ મશીન દસ વર્ષ જુનુ છે.આ પરિસ્થિતિમાં દર્દીઓને નેત્રમણી મુકવા માટે માપ લેવા સહિતની કામગીરી માટે ઉપયોગમાં લઈ શકાય એ માટે ૨૮.૪૫ લાખના ખર્ચ ઉપરાંત ૧૦.૩૨ લાખના સી.એમ.સી. ચાર્જ ચૂકવવા સાથે કુલ ૩૮.૭૭ લાખના ખર્ચે નવુ મશીન ખરીદવા હોસ્પિટલ કમિટીમાં દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.