Get The App

જિલ્લાની 7 વિધાનસભાઓમાં 500થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ મતદાન કર્યુ

Updated: Nov 24th, 2022


Google NewsGoogle News
જિલ્લાની 7 વિધાનસભાઓમાં 500થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ મતદાન કર્યુ 1 - image


પોલીસ કર્મચારીઓનુ મતદાન કોને ફળશે અને કોને નડશે ?

સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી ખાતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી ફરજ નિભાવી

ભાવનગર :  ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ આજે ૫૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશ્યલ પોલિંગ ફેસિલીટી અંતર્ગત આજે. ૨૫ નવેમ્બરના રોજ પોલિસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઈ છે. જે સંદર્ભે ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગ માટે અલાયદા ૩ સેન્ટર પર પોલીસકર્મીઓએ પોસ્ટલ મતદાન માટે સવારથી લાઈન લગાવી હતી. જેમાં ૯૯-મહુવા બેઠક પર કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે, ૧૦૦-તળાજા બેઠક પર સરકારી વિનયન કોલેજ- તળાજા ખાતે, ૧૦૧-ગારીયાધાર બેઠક પર એમ.ડી.પારેખ હાઇસ્કુલ, નાની વાવડી રોડ- ગારીયાધાર ખાતે, ૧૦૨-પાલીતાણા બેઠક પર મોડેલ સ્કૂલ, માનવડ, હડમતીયા, ગારીયાધાર રોડ- પાલીતાણા ખાતે, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય સર બી.પી.ટી.આઈ.ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ કોલેજ, વાઘાવાડી રોડ- ભાવનગર ખાતે, ૧૦૪-ભાવનગર પૂર્વ બેઠક પર ડી.એ.વળીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિદ્યાનગર- ભાવનગર અને ૧૦૫- ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે એમ.જે.કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર- ભાવનગર ખાતે, પોલીસ અધિક્ષકની કચેરી, ભાવનગર ખાતે મતદાન યોજાયુ હતું.

ભાવનગર ડિવિઝનના પોલીસ સ્ટેશનના પોલીસ શાખા, પોલીસ હેડ ક્વાર્ટરના માત્ર પોલીસ અધિકારી/કર્મચારીના સ્ટાફ માટે જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર, ડી.એસ.પી. ઓફિસ કેમ્પસ, ભાવનગર ખાતે, નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહુવા કે.જી.મહેતા કન્યા વિદ્યાલય- મહુવા ખાતે અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, પાલીતાણા ખાતે પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડ, પાલીતાણા ફેસીલીટેશન સેન્ટર ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીનુ મતદાન કોને ફળશે અને કોેને નડશે ? તે મોટી ચર્ચા છે.


Google NewsGoogle News