Gujarat

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચરઘાણ

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધતાં જાય છે ત્યારે મોરબીના જુના ઘુટુ રોડ આજે ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં એક દંપતીનું કંપારીભર્યું જોત નીપજ્યું છે તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમણે હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચરઘાણ

Morbi Road accident News: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધતાં જાય છે ત્યારે મોરબીના જુના ઘુટુ રોડ આજે ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં એક દંપતીનું કંપારીભર્યું જોત નીપજ્યું છે તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમણે હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. 

કારનો બૂકડો બોલી ગયો

પ્રાથમિક માહિતી મુજબ મોરબીના જુના ઘુટુ રોડ પર મનસુખભાઇ તેમની પત્ની મંજુબેન સાથે કાર લઈને જઈ રહ્યા હતા. નવ નાલા નજીક અચાનક એક કન્ટેનર કાર પર પડ્યું હતું જેમાં કારનો બૂકડો બોલી ગયો હતો. અને પતિ-પત્ની મંજુબેન અને મનસુખભાઇનું મોત થયું હતું. ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટંકારાનો પરીવાર હળવદથી પરત ફરી રહ્યો હતો. તે સમયે તેમણે અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ફરતી મહિલા ટોળકીથી સાવધાન! ગ્રાહકના શ્વાંગમાં આવી સોનાના દાગીના સાથે રફુચક્કર

પોલીસે આદરી તપાસ

સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કન્ટેનરને લઈ જતો ટ્રક ચાલક પૂરપાટ ઝડપે આવતો હતો. જેને વળાંક આવતા સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર ગોથું ખાતા કારનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. હાલ તો પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.