અમદાવાદમાં ફરતી મહિલા ટોળકીથી સાવધાન! ગ્રાહકના શ્વાંગમાં આવી સોનાના દાગીના સાથે રફુચક્કર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Jewellery Theft: અમદાવાદમાં જ્વેલર્સને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી 'રાજ જ્વેલર્સ'માં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા ટોળકીએ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ચોરીની પ્રક્રિયા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ચાલાકીપૂર્વક કરી 'હાથની કરામત'
મળતી માહિતી અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાઓની ટોળકી જ્વેલર્સમાં ગ્રાહક બનીને દાગીના જોવા માટે આવી હતી. જ્યારે દુકાનદાર દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ ટોળકીની એક મહિલાએ ચાલાકીથી દુકાનદારની નજર ચૂકવી હતી. તેણે પલકવારમાં સોનાની બુટ્ટીઓ અને નોઝ પિન પોતાની પાસે છુપાવી લીધી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, ચોંકાવનારું કારણ આવ્યું સામે
જ્વેલર્સના માલિકે જ્યારે સ્ટોકની ગણતરી કરી ત્યારે દાગીના ઓછા હોવાનું માલૂમ પડ્યું હતું. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે ગ્રાહક બનીને આવેલી મહિલાએ જ દાગીના ચોર્યા છે. ચોરી થયેલા દાગીનાની અંદાજિત કિંમત 60 હજાર રૂપિયા જેટલી થાય છે. ચોરીની જાણ થતા જ જ્વેલર્સ દ્વારા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને મહિલાઓની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. મહિલા ટોળકી અન્ય કયા વિસ્તારોમાં સક્રિય છે તેની તપાસ હાથ ધરાઈ છે.









