Get The App

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ નથી પડતાં? કોંગ્રેસનો વેધક સવાલ

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
Morbi BJP President Scam

Morbi BJP President Scam: મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શરતભંગ સહિતના મુદ્દે વિવાદમાં આવેલી વિરાણી હાઈસ્કૂલમાં ત્રણેક વર્ષથી ટ્રસ્ટી જયંતિ રાજકોટીયા(રહે.મોરબી)એ રૂ.700થી 800 કરોડ અનેક લોકો પાસેથી ઉછીના લઈને હજુ અનેકના નાણાં પરત કર્યા નથી ત્યારે આ કરોડો રૂપિયા કઈ રીતે મેળવાયા, તેમાં નાણા ધીરનારનું પ્રમાણપત્ર છે કે કેમ, અન્યો ઉપર કરોડોના વ્યવહારમાં ઈ.ડી.ની રેડ પડે છે ત્યારે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો-સાંસદો પર ઈ.ડી.ના દરોડા કેમ પડતા નથી તે પ્રશ્ન સાથેની રજૂઆત આજે કોંગ્રેસના નેતાઓએ રેન્જ આઈ.જી.પી.ની ઓફિસ અને મુખ્ય આવકવેરા કમિશનર કચેરીએ ધસી જઈને કરી છે. 

મોરબીના કથિત કૌભાંડમાં ઈ.ડી. દ્વારા તટસ્થ તપાસની કોંગ્રેસની રજૂઆત

મોરબી જિલ્લાના આ કથિત કૌભાંડમાં ઈ.ડી. ઝુકાવે અને તટસ્થ તપાસ કરાવે તેજ મોરબી પોલીસ ફરિયાદી બનીને વિશ્વાસઘાત, છેતરપિંડી અંગે ભાજપના નેતા વિરુઘ્ધ ગુનો નોંધાવે અને આ નેતા પાસે જેમના પૈસા ફસાયા છે તેવા લોકોની ફરિયાદ લેવા વ્યવસ્થા કરવા અને જયંતિ રાજકોટીયાનો પાસપોર્ટ જમા લેવા કોંગ્રેસના અતુલ રાજાણી સહિતના નેતાઓએ માંગણી કરી છે. 

આ પણ વાંચો: પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત

ભાજપ નેતા પર ધમકીનો આક્ષેપ

રજૂઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે લેણદારો જ્યારે નાણાં લેવા જાય ત્યારે ભાજપના નેતા ધમકાવે છે. આ અંગે જયંતિ રાજકોટીયાનો સંપર્ક સાધતા તેમણે સ્વીકાર્યું કે રૂ. 350 કરોડ કન્સ્ટ્રક્શન કામ માટે જુદા જુદા લોકો પાસેથી લીધા હતા જેમાં હાલ 125 કરોડ જેવી રકમ ચૂકવવાની બાકી છે. બધા લેણદારો એક સાથે રકમ માંગવા આવતા આપી શકેલ નથી. આ અન્વયે પણ  કરોડો રૂપિયા ઉછીના આપનારા કોણ છે તે સવાલ પણ જાગ્યો છે.

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ નથી પડતાં? કોંગ્રેસનો વેધક સવાલ 2 - image