ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર
Gujarat Monsoon Updates : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે, તો અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. જ્યારે રાજ્યના 392 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં સિઝનનો 106 ટકા વરસાદ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ(SEOC), આજે સોમવારે જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સિઝનનો 943 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી. અને 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કચ્છના લખપતમાં 5.12 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 4.29 ઇંચ, કચ્છના ભચાઉમાં 4.13 ઇંચ અને નખત્રાણામાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો છે.
132 ડેમ હાઇ ઍલર્ટ
ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમ હાઇ ઍલર્ટ, 19 ઍલર્ટ અને 14 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 101 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 64 ડેમ 70થી 100 ટકા જેટલા ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો તે 91 ટકા ભરાયો છે.
આ પણ વાંચો: VIDEO: ગુજરાતના 132 ડેમ હાઈ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
8357 લોકોનું સ્થળાંતર
ગુજરાત SEOCના આંકડા મુજબ, ગત 1 જૂન, 2025થી આજે 8 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને લઈને રાજ્યમાં કુલ 8357 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે આપત્તિજનક સ્થિતિમાં 1154 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે.
રાજ્યના 392 રસ્તા બંધ