VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
Gujarat Dam Status : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે સોમવારે (8 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત 117 અને કચ્છમાં 116 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 132 ડેમ હાઇ ઍલર્ટ પર છે.
132 ડેમ હાઇ ઍલર્ટ
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમ હાઇ ઍલર્ટ, 19 ઍલર્ટ અને 14 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 101 જેટલા ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 64 ડેમ 70થી 100 ટકા જેટલા ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો 91 ટકા ભરાયો છે.
મહી નદીમાં પાણી છોડાતાં નદી કાંઠાના ગામોને કરાયા ઍલર્ટ
મહી નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા છે. ગામલોકોને નદી કિનારે ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે. પશુપાલકોને પણ તેમના પશુઓને નદી કિનારે ન લઈ જવા જણાવવામાં આવ્યું છે
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ
જાણો રાજ્યના ડેમની સ્થિતિ
રાજ્યના 392 રસ્તા બંધ