પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો

ગઈ તા. 10 સપ્ટેમ્બરના રોજ આજવા રોડ પર રહેતો 16 વર્ષનો બાળક ગુમ થવા અંગે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં બાળક ઘરેથી નીકળ્યા બાદ વૈકુંઠ ચારરસ્તા થઈ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં બેસતો નજરે ચડ્યો હતો. સોશિયલ મીડિયા થકી બાળકનું લોકેશન મધ્યપ્રદેશના ગ્વાલિયર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે ગ્વાલિયરથી તેને શોધી કાઢી તેના પિતાને સોપ્યો હતો. પોતાનો ગુમ બાળક સલામત રીતે ઘરે પરત આવતા પરિવારે પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.