Get The App

મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન, દાહોદ મનરેગા કૌભાંડમાં કરાઈ હતી ધરપકડ

Updated: May 28th, 2025

GS TEAM

Google News
Google News
મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળ્યા જામીન, દાહોદ મનરેગા કૌભાંડમાં કરાઈ હતી ધરપકડ 1 - image

Dahod MNREGA-Scam : દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરાયા બાદ આજે દાહોદ ચીફ કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજુર કર્યા છે. ધાનપુર, દેવગઢબારિયામાં મનરેગા યોજનામાં કૌભાંડ બચુ ખાબડના બંનેનું સામેલ છે. 

શું હતો સમગ્ર મામલો? 

ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મિલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને 100 કરોડ રૂપિયા નહીં, પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે. 

આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીની શક્યતા, ગરીબ મજૂરોના જોબ કાર્ડના આધારે લાખોની કટકી

5 વર્ષથી મંત્રીપુત્રની એજન્સીને જ કોન્ટ્રાક્ટ અપાયો 

દાહોદ જિલ્લાના ધાનપુર અને  દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ તળાવ ઊંડા કરાયાં છે. આજ વિસ્તારમાં ગટર ઉપરાંત આરસીસીના માર્ગો, ચેકડેમ પણ બનાવાયા છે. નાણાંપચ અને એટીવીટી હેઠળ વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ બધાય કામોનો કોન્ટ્રાક્ટ રાજ કન્ટ્રકશનને આપવામાં આવ્યો હતો. આ માનીતી એજન્સીના માલિક એક મંત્રીના પુત્ર છે. વર્ષ 2020થી માંડીને વર્ષ 2024-25 સુધીમાં રાજ કન્સ્ટ્રકશનના માલિક બળવંત ખાબડના ખાતામાં 211 કરોડ રૂપિયા ચૂકવાયાં હતા. જ્યારે હજુ  20 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત રાજ ટ્રેડર્સના ખાતામાં 42 કરોડ રૂપિયાનું પણ ચૂકવ્યાં હતા. 

આ સમગ્ર કૌભાંડ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ તપાસ કમિટી રચવા માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, 'ગરીબ-શ્રમિકોને રોજગારી મળે, ગામડામાંથી સ્થળાંતર અટકે તે મનરેગા યોજના ભાજપના રાજ્યમાં કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે ભ્રષ્ટ અધિકારીઓની મેળાપીપણાંથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થળ પર કામો થયાં નથી તેમ છતાંય લાખો રૂપિયા કેવી રીતે ચૂકવી દેવાયા એ સવાલ છે. મહત્ત્વની વાત તો એછે કે, મંત્રીના પરિવારજનોએ ભ્રષ્ટાચાર આચર્યો છે, તેના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ છે.