Gujarat

કારેલીબાગમાં દૂધની પ્રોડક્ટની ડીલિવરી વાનમાં આગ,ચાલકનો બચાવ

By GS Team
4 Mar 20221 min read
This article was originally published on 4 Mar 2022
કારેલીબાગમાં દૂધની પ્રોડક્ટની ડીલિવરી વાનમાં આગ,ચાલકનો બચાવ

- શહેરના કારેલીબાગ વિસ્તારમાં દૂધ પ્રોડક્ટની ડીલીવરી વાનમાં આગ લાગતા ચાલકનો બચાવ થયો હતો.

વડોદરા, તા. 04 માર્ચ, 2022

જલારામ મંદિર પાસેથી આજે સવારે એક વાર પસાર થતી હતી તે દરમિયાન તે માંથી ધુમાડા નીકળતા વાન ચાલકે વાન ને સાઈડ પર લીધી હતી. આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે. આગના દ્રશ્યોને પગલે વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. વાનમાં આગ ઝડપભેર પ્રસરી હતી ત્યારે કારચાલક નીચે ઉતરી ગયા હતા અને વાનમાંથી શક્ય તેટલી ચીજવસ્તુઓ બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ થોડીવારમાં આખી વાન આગમાં લપેટાઇ ગઇ હતી. દાંડિયા બજાર ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.