વડોદરામાં વાવાઝોડા દરમિયાન ઇજા પામેલા આધેડનું મોત
વાવાઝોડામાં કુલ મૃત્યુ આંક ચાર થયો : પતરાનો શેડ પડતા ગંભીર ઇજા થઇ હતી

વડોદરા,૧૦ દિવસ પહેલા વડોદરામાં આવેલા વાવાઝોડામાં પતરાનો શેડ પડતા ઘાયલ આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. વાવાઝોડામાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે.
ગત ૫ મી તારીખે સોમવારે સાંજે વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં વડોદરા શહેર જિલ્લામાં ઠેર - ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટીને પડયા હતા. વાવાઝોડા દરમિયાન પોર જી.આઇ.ડી.સી.માં પતરાનો શેડ પડતા ૪૬ વર્ષના રાજુભાઇ ધૂળાભાઇ પરમારને ગંભીર ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું આજે બપોરે મોત થયું હતું. અગાઉ સુભાનપુરા વિસ્તારમાં રહેતા જીતેશ મોરેને ઘર પાસે ભરાયેલા પાણીમાં ઉતરેલો વીજ કરંટ લાગતા તેઓનું મોત થયુ હતું. જ્યારે લાલબાગ વિસ્તારમાં કરંટ લાગતા બસના કંડક્ટર પરવત ડાંગરનું મોત થયું હતું. ત્રીજા બનાવમાં કાચની પેનલ તૂટીને પડતા ગિરીશભાઇ શશીકાંતાઇનું મોત થયું હતું.

