Get The App

અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર હવે દર 7 મિનિટે મળશે મેટ્રો, રવિવારે દર 10 મિનિટે થશે સંચાલન

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર હવે દર 7 મિનિટે મળશે મેટ્રો, રવિવારે દર 10 મિનિટે થશે સંચાલન 1 - image


Ahmedabad News : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરી છે. જેમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં પેસેન્જરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મહત્ત્વો નિર્ણય કર્યો છે. જેમાં GMRCએ વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટમાં મેટ્રોની ફ્રિક્વન્સી વધારી છે, ત્યારે મેટ્રોની રોજની ટ્રિપોની સંખ્યા 75-77થી વધારીને 85 કરવામાં આવી છે. 

દર 7 મિનિટે ઉપલબ્ધ થશે મેટ્રો 

મળતી માહિતી મુજબ, અમદાવાદના વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે, ત્યારે 12 મિનિટની જગ્યાએ હવે દર 7 મિનિટે મેટ્રો ઉપલબ્ધ થશે. જેમાં રવિવાર અને રજાના દિવસોમાં પિક-અવર્સ 10 મિનિટની રહેશે. 

બીજી તરફ, APMC થી મોટેરા સુધીના નોર્થ-સાઉથ કોરિડોર પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે. 

આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીઓ મુંબઈથી મળી, કારણ અકબંધ

તમને જણાવી દઈએ કે, GMRCએ છેલ્લા બે વર્ષમાં મેટ્રોમાં મુસાફરો સંખ્યાની આંકડાકીય માહિતી આપી છે. જેમાં પેસેન્જરોની સંખ્યા વધી હોવાનું GMRCએ જણાવ્યું છે. જૂન 2023માં રોજના સરેરાશ 67 હજાર પેસેન્જરો મુસાફરી કરતાં હતો, જ્યારે જૂન 2025ના રોજ પેસેન્જરોની સંખ્યા વધીને 1.31 લાખ થઈ છે.

Tags :