Gujarat

પ્રોફેસરને પહેલા મેસેજ કર્યો હતો, રીપ્લાય નહીં કરતા 12 મિનિટ બાદ વિડિયો કોલ કરી બિભત્સ વર્તણુક કરી

By GS Team
20 Jan 20221 min read
This article was originally published on 20 Jan 2022
પ્રોફેસરને પહેલા મેસેજ કર્યો હતો, રીપ્લાય નહીં કરતા 12 મિનિટ બાદ વિડિયો કોલ કરી બિભત્સ વર્તણુક કરી

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, ગુરુવાર

સુરતની એક ખાનગી યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી ભીમરાડની 38 વર્ષીય મહિલાને વ્હોટ્સએપ વિડિયો કોલ કરી અજાણ્યાએ ગુપ્તાંગ બતાવી કોલ બંધ કરી દીધો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય સાધનાબેન ( નામ બદલ્યું છે ) સુરતની એક ખાનગી યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ગત 20 ડિસેમ્બર 2021 ની સાંજે 5:02 કલાકે તે નોકરી પર હાજર હતા ત્યારે તેમના વ્હોટ્સએપ નંબર ઉપર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. અજાણ્યો નંબર હોય સાધનાબેને રીપ્લાય કર્યો નહોતો. જોકે, 12 મિનિટ બાદ તે નંબર પરથી વ્હોટ્સએપ વિડીયો કોલ આવતા સાધનાબેને રિસીવ કર્યો તો અજાણ્યો વ્યક્તિ નગ્ન થઈ ગયો હતો અને ગુપ્તાંગ બતાવી વિડિયો કોલ બંધ કરી દીધો હતો.

વિડિયો કોલ કરી બિભત્સ વર્તણુક કરનાર અજાણ્યા વિરુદ્ધ સાધનાબેને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી.અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.