Get The App

'ATCથી સંપર્ક તૂટ્યો, ગ્રામીણોએ પાયલટને બચાવ્યો', મહેસાણા પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
'ATCથી સંપર્ક તૂટ્યો, ગ્રામીણોએ પાયલટને બચાવ્યો', મહેસાણા પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર 1 - image


Mehsana Plane Crash Investigation Report: ગુજરાતના મહેસાણા જિલ્લામાં 31 માર્ચ, 2025ના રોજ એક ખાનગી ઉડ્ડયન એકેડેમીનું એક પ્લેન ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં એક મહિલા પાયલટ ઈજાગ્રસ્ત થઈ હતી. બ્લુ રે એવિએશનના સેસના 152 વિમાન, VT-PBAનો અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ આજે શનિવારે (19 જુલાઈ) અકસ્માતનો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ટ્રેઇની પાયલટ એકલા ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન વિમાનનો મહેસાણા ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો અને ખેતરમાં ક્રેશ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ ઘાયલ પાયલટને બચાવી તાત્કાલિક હૉસ્પિટલ ખસેડ્યા હતા. 

તપાસ રિપોર્ટમાં શું આવ્યું સામે?

બ્લુ રે એવિએશનના સેસના 152 વિમાન, VT-PBAના ટ્રેની પાયલટ ડ્યૂટી પર આવ્યા બાદ તેમનું પ્રી-ફ્લાઇટ બ્રેથલાઇઝર ટેસ્ટ કર્યો હતો. જેમાં ટેસ્ટનું રિઝલ્ટ પણ સામાન્ય હતું. આ વિમાન સર્કિટ અને લેન્ડિંગ, બે ક્રોસ-કન્ટ્રી ઉડાન અને ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇંગ એક્સરસાઇઝ કરવાની હતી. 

જ્યારે ટ્રેઇની પાયલટને એકલા ક્રોસ-કન્ટ્રી ઉડાન ભરવાનું કહ્યું હતું. જેમાં તેમને મહેસાણાથી બાંસવાડા અને ડીસા થઈને પરત મહેસાણા આવવાનું હતું. પાયલટને આઉટબાઉન્ડ FOSS અને ઇનબાઉન્ડ F065 માટે ઉડાન ભરવાની હતી. વિમાને સવારે 9:46 વાગ્યે રનવે 05 પરથી ઉડાન ભરી હતી. ટેકઑફ પછી વિમાનમાં કંઈ અસામાન્ય નહોતું.

ડીસાથી પરત મહેસાણા આવતા સમયે વિમાન સંપર્ક તૂટ્યો 

તમને જણાવી દઈએ કે, ડીસાથી પરત મહેસાણા આવતા સમયે વિમાન ATCના સંપર્કમાં હતું. ATC એટલે એર ટ્રાફિક કન્ટ્રોલ, જે વિમાનને રસ્તો બતાવે છે. મહેસાણા એટીસી (ગ્રાઉન્ડ વીએચએફ, M/s BRAPL દ્વારા સંચાલિત) સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો. એક આસિસ્ટન્ટ ફ્લાઇટ પ્રશિક્ષક(AFI)ના જણાવ્યા અનુસાર, ટ્રેઇની પાયલટે મહેસાણાથી 4 નોટિકલ માઇલ પહેલા 2000 ફૂટની ઊંચાઈએ હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ વિમાન અને મહેસાણા ATC વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. જેમાં સંસ્થાએ વિમાનનો સંપર્ક કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે શક્ય બન્યો નહીં. 

આ પછી ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટરે વિમાનને શોધવા માટે ઉડાન ભરી હતી. આ પછી અન્ય એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ VT-PBA વિમાનને શોધવા નીકળ્યા હતા. પરંતુ તેમાં તેમને કોઈ સફળતા મળી ન હતી. 

આ પણ વાંચો: સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓનો વળતો પ્રહાર

વિમાન મહેસાણામાં એક ખેતરમાં પડ્યું

સમગ્ર ઘટના બાદ વિમાન મહેસાણાના ઉચરપી ગામના એક ખેતરમાં પડ્યું હતું. વિમાન પડતાંની સાથે જ ઈમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ELT) શરુ થયું હતું.  ELT એક એવું યંત્ર છે કે, જે દુર્ઘટના થતાં જાતે જ સિગ્નલ મોકલી દે છે. દુર્ઘટના બાદ ગ્રામજનોએ પાયલટને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 'ટ્રેઇની પાયલટ છેલ્લી વખત મહેસાણામાં 4 નોટિકલ માઇલ પહેલા 2000 ફૂટની ઊંચાઈએ હોવાની જાણકારી આપી હતી.'

Tags :