Get The App

અમદાવાદના મેઘાણીનગર હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ, બદલાના ઇરાદે હત્યા કરાઇ હોવાનો ખુલાસો

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના મેઘાણીનગર હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ, બદલાના ઇરાદે હત્યા કરાઇ હોવાનો ખુલાસો 1 - image


Ahmedabad Meghaninagar News : અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતનું વેર રાખી કરાયેલા હુમલામાં એક યુવકનું અપહરણ કરીને 8 લોકો દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. શુક્રવારે મેઘાણીનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં 23 વર્ષીય યુવકનું જાહેરમાં અપહરણ કરીને ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના જૂની અદાવતના કારણે સર્જાઇ હતી. 

હત્યાના કેસમાં મૃત યુવક નિતિન પટણી (ઉ.વ. 23)ના મોટા ભાઈ આલય સંપતભાઈ પટણી(ઉ.વ. 26)એ આ અંગે FIR નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે લગભગ 1 વાગે નિતિન પટણીનું કાગડાપીઠના સફલ-03 પાસેથી છ લોકોએ રિક્ષામાં બળજબરીથી અપહરણ કર્યું હતું. આ હુમલાખોરોની ઓળખ સતીશ ઉર્ફે સટિયા વિઠ્ઠલભાઈ પટણી, વિશાલ ઉર્ફે બુમો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, રાજ ઉર્ફે સેસુ, તેમજ બાવા અને સાજન તરીકે ઓળખાતા બે અન્ય લોકો તરીકે થઈ છે. આરોપીઓ નિતિનને ચમનપુરાના પટણીનગર વિસ્તારમાં લઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો

જ્યાં આરોપીઓ અને તેમના સાગરિતોએ નિતિનને પાઈપ, લાકડીઓ, છરીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં માર માર્યો હતો. ઘટનાના સાક્ષીઓ અને સંબંધીઓ નિતિનને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેના પગ, માથા, આંખો અને શરીરના ભાગો પર ગંભીર ઈજાઓ નોંધી હતી. ટ્રોમા વોર્ડમાં સારવાર દરમિયાન નિતિનનું રાત્રે લગભગ 10.40 વાગ્યે મૃત્યુ થયું હતું.

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે આ હત્યા પટણીનગરમાં અગાઉ બનેલી એક ઘટનાનું પરિણામ છે. તે ઘટનામાં મુખ્ય આરોપી સતીશના ભાઈને માર મારવામાં આવ્યો હતો અને તે કેસમાં નિતિનનું નામ સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું, 'આ ઝઘડાનો બદલો લેવાના ઈરાદાથી આરોપીઓએ એક ગ્રુપ બનાવી મારા ભાઈનું અપહરણ કરી તેની હત્યા કરી છે.'

પોલીસે IPC ની સંબંધિત કલમો હેઠળ હત્યા, અપહરણ અને તોફાનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે, અને પોલીસ ટુકડીઓ હુમલા બાદ ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :