વડોદરા આ સ્ટેશન પર 11 જૂને કરાશે મેગા બ્લોકની કામગીરી, અનેક ટ્રેનો થશે પ્રભાવિત, જુઓ યાદી
Vadodara News : પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે 11 જૂન 2025ના રોજ સવારે 11:15 વાગ્યાથી 04:45 દરમિયાન 05:30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ, વડોદરા રૂટ પર પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થવાની છે, ત્યારે બે ટ્રેનો રદ કરાઈ છે અને 4 જેટલી ટ્રેનોને રિશિડયુલ-રેગ્યુલેટ કરવામાં આવી છે.
11 જૂને રદ કરાયેલી ટ્રેન
- મણિનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં.19036
- વડોદરા-મણિનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નં.19035
જ્યારે આગામી 11 જૂનના રોજ ટ્રેન નં.22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશિડયુલ-રેગ્યુલેટ થનારી ટ્રેનો
- અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 30 મિનિટ રિશિડયુલ રહેશે, ટ્રેન નં.12010
- ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 55 મિનિટ રેગ્યુલેટ રહેશે, ટ્રેન નં.16533
- જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ રહેશે, ટ્રેન નં.12477
- ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 40 મિનિટ રેગ્યુલેટ રહેશે, ટ્રેન નં.20626
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ enquiry.indianrail.gov.in પર જઈને જાણકારી મેળવી શકશે.