Get The App

કોર્પો.માં મેડિકલ બિલો હવે જૂની પ્રથા મુજબ મંજૂર કરાશે

ઓપીડી સારવાર માટે મેડિકલ સ્ટોર પરથી લીધેલી દવાના બિલો પણ મંજૂર કરાશે

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
કોર્પો.માં મેડિકલ બિલો હવે જૂની પ્રથા મુજબ મંજૂર કરાશે 1 - image

 વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પો.ના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેઓ ઉપર આધારિત તેઓનાં કુટુંબીજનો ઉપરાંત સ્વાતંત્ર્ય સેાનીઓને ઓપીડી સારવારનાં મેડિકલ બિલોમાં જૂની પ્રથા પુનઃલાગુ કરવામાં આવેલી છે.

મેડિકલ બિલ રી-ઇમ્બર્સમેન્ટ સેલ દ્વારા મેડિકલ સારવાર પૂરી પાડવામાં આવે છે. જેમાં મેડિકલ કાર્ડ ધરાવતા કર્મચારીઓ અને પેન્શનરઓને ઓપીડી તથા આઇપીડી સારવારનાં મેડિકલ બિલો તેમજ દવાઓનાં બિલો ગણતરી કરી મંજૂર કરવામાં આવે છે. જેમાં ઓપીડી બિલો હાલની પ્રથાને બદલે જૂની પ્રથા મુજબ મંજૂર કરવા માટે ગઇ તા.૧૯નાં રોજ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ છે. આ માટે તા.૧૧ જૂને પરીપત્ર કરવામાં આવેલ છે. જેનો અમલ તા.૧૯ બાદ ઓપીડી સારવારનાં બિલોમાં કરાશે. કોઇપણ હોસ્પિટલોમાં ડોકટર દ્વારા પ્રિસ્ક્રાઇબડ કરવામાં આવેલ ઓપીડી સારવારનાં મેડિકલ સ્ટોર ઉપરથી લીધેલ દવાઓનાં બિલો મંજૂર કરવામાં આવશે. જેમાં ખોરાક કે ખોરાકની જરૃર માટેની દવાઓ તેમજ સૌંદર્ય માટે કરવામાં આવેલી સારવારનાં બિલોનું રીઇમ્બર્સમેન્ટ કરવામાં આવશે નહીં. ટી.બી.,  રસીકરણ, એઇડસ, રક્તપિત્ત વગેરેની સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર મળતી હોવાથી રોગોની સારવારનાં બિલોનું તેમજ ઓપીડી સારવાર અને સર્જરી સિવાય દાખલ થયેલા કેસોના સર્જીકલ બિલોનું રિઇમ્બર્સમેન્ટ કરાશે નહીં.

Tags :