વડિયામાં અપહૃત યુવતીને પરત અપાવી દેવાની માગણી સાથે વિશાળ રેલી


જો દસ દિવસમાં યુવતીને શોધી નહી અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી : શિવાજી ચોકમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ નારા પોકારી રેલી સ્વરૂપે કચેરીએ પહોંચી મામલતદારને આવેદન આપ્યું

વડિયા, : ગત તા. 16મીના રોજ વડિયામાં વિધર્મી યુવાન અને એમના પરિવારે એક યુવતીનું અપહરણ કરી જતાં લવ જેહાદનો ભોગ બનેલા પરિવારે પોલીસને પગલા લેવાની અરજી કર્યાને પાંચ દિવસ વીતી જવા છતાં કોઈ જ પગલા ન લેેવાતા ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આજે મોટી સંખ્યામાં લોકો શિવાજી ચોકમાં એકત્ર થયા હતા.એ બધાએ રેલી યોજી, સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું.

ગત તા. 16મીએ વડીયામાં એક પરિવારની દીકરીને વડિયાના જ એક વિધર્મી યુવાન અને એના પરિવારે અપહરણ કરી જતાં આ યુવતીના પરિવારે પોલીસને જાણ કરી પગલા લેવાની માગણી કરી હતી. તેમજ યુવતીને પરત અપાવી દેવા રજુઆત કરી હતી. જેને આજે પાંચ દિવસ થવા છતાં આજ સુધી કોઈ જ કાર્યવાહી ન થતાં જુદા જુદા સંગઠનો મેદાનમાં આવી ગયા છે. આ બાબતે વિ.હિ.પ અને હિંદુ ધર્મ સેનાના કાર્યકરો, મહિલાઓ, ગામના નાગરિકો શિવાજી ચોકમાં એકત્ર થયા હતા. એ પછી સુત્રોચ્ચાર સાથે રેલી યોજી બધા ઉગ્ર વાતાવરણ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં મામલતદારને આવેદનપત્ર આપી અપહૃત દીકરી પર કોઈ જ અત્યાચાર કે અઘટિત ઘટના બને એ પહેલા દીકરીને પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી. જો દસ દિવસમાં કોઈ જ કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. 

આજે વડિયામાં તંગદિલી જેવું વાતાવરણ સર્જાઈ જતાં તેમજ જય શ્રી રામના નારાઓ પોકારવા લાગતા પરિસ્થિતિ કાબૂ બહાર જવાની શકયતાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 

City News

Sports

RECENT NEWS