અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ભડભડ સળગી ઉઠ્યું, અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં પણ લાગી આગ
Ahmedabad News : અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે શુક્રવારે (4 એપ્રિલ, 2025) ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા પગલે ફાયર વિભાગની 4 ઘટનાસ્થળે દોડી પહોંચી છે. ઘટનામાં અત્યારસુધીમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે.
નારોલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના નારોલમાં વૈશાલીનગર વિસ્તારોમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષ આગ લાગી હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. વિકરાળ આગને પગલે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટા દેખાયા છે. જ્યારે કયા કારણોસર આગ લાગી તે સામે આવ્યું નથી. આગ દુર્ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ
જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં આવેલી GIDCમાં કેમિકલની કંપની આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો હતો. બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી છે.