VIDEO: વાપીમાં પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે
Vapi News : વલસાડમાં વાપી મહા નગરપાલિકા હદ વિસ્તારના ડુંગરા ખાતે આવેલા ગારમેન્ટ ઝોનમાં આજે સોમવારે (21 જુલાઈ) રાત્રે એક કંપનીમાં આગ સળગી ઉઠી હતી. જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે 8થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જોકે, આગના બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે.
પ્લાસ્ટિકની કંપનીમાં લાગી આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપી મહા નગરપાલિકા હદ વિસ્તારના ડુગરા ખાતે ગારમેન્ટ ઝોનમાં પ્લાસ્ટિકની કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર-દૂર પ્રસરી જતાં ડુંગરા તથા આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
સમગ્ર ઘટનાને પગલે વાપી જીઆઇડીસી, નોટિફાઇડ, વાપી મ.ન.પા. સહિતના વિસ્તારની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આગના બનાવની જાણ થતાંની સાથે ડુંગરા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. કયા કારણોસર આગ લાગી તે હજુ સામે આવ્યું નથી.