Get The App

ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં લવ મેરેજના દોઢ વર્ષે પિયરીયા યુવતીને ઉઠાવી ગયા, પતિને માર્યો; એકની ધરપકડ 1 - image


Gandhinagar News : ગાંધીનગરના દહેગામમાં રહેતી પરિણીતાના લવ મેરેજ કર્યાના દોઢ વર્ષે પિયરીયા દ્વારા અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પરિણીતા તેના સાસરીમાં હતી, ત્યારે પરિણીતાના મામા સહિતના શખ્સો ઘરે ઘૂસીને તેને ઉઠાવી લઈ ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ પરિણીતાના પતિને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે પોલીસે એક આરોપી ધરપકડ કરી છે. 

મળતી માહિતી મુજબ, દહેગામના રવિ પટેલ (ઉં.વ.23)એ એક યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજના દોઢ વર્ષ બાદ તેઓ અમુક સમય બહાર રહ્યા હતા. જ્યારે છેલ્લા બે મહિનાથી તેઓ દહેગામમાં પોતાના પરિવાર સાથે રહી રહ્યા હતા. ગઈકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) પરિણીતાને તેના મામા સહિતના શખ્સોએ બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગયા હતા. સમગ્ર મામલે રવિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ

અપહરણના કેસ મામલે પોલીસે દક્ષ રબારી નામના શખ્સની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના સીસીટીવી પણ વાઈરલ થયા હોવાનું જણાય છે. એક તરફ પોલીસ તપાસ શરૂ છે તો બીજી તરફ, પરિણીતાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે અપહરણ ન થયું હોવાનું જણાવે છે. આ ઉપરાંત, વીડિયોમાં પરિણીતા તેના પતિ અને સાસરીયા પક્ષ વિરૂદ્ધમાં આક્ષેપ કરતી જોવા મળે છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :