ઝેરી દવા પીધા બાદ પરિણીત પ્રેમી પંખીડાનું અગ્નિસ્નાન, યુવતિનું મોત

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
ઝેરી દવા પીધા બાદ પરિણીત પ્રેમી પંખીડાનું અગ્નિસ્નાન, યુવતિનું મોત 1 - image


મોરબીના તાલુકાના નાની વાવડી ગામે  : બન્ને પરિણીત તથા સંતાનો ધરાવતા હોવાનું ખુલ્યુંઃ ગંભીર રીતે દાઝી ગયેલો પરિણીત યુવાન રાજકોટ ખાતે સારવાર હેઠળ

 મોરબી, : મોરબીના નાની વાવડી ગામે બગથળા રોડ પર પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીધા બાદ પેટ્રોલ છાંટી અગન પછેડી ઓઢી લેતા દાઝી જતા પરિણીત યુવતીનું મોત થયું હતું. જયારે પરિણીત પ્રેમી દાઝી જતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 બનાવ મામલે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જ્યોતિન્દ્રભાઈ પરિણીત છે.અને સંતાનો પણ છે.તેઓ પાણીના કેરબાની ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે .જેને ભડિયાદ ગામના સંગીતાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને સંગીતાબેન પણ પરિણીત હોવાનું તથા તેમને પણ સંતાન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બંને પ્રેમી પંખીડાએ સાથે ઝેરી દવા પીધા બાદ જાત જલાવી હતી. જેમાં સંગીતાબેનનું મોત નીપજ્યું હતું.બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  


Google NewsGoogle News